
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના શિક્ષક અને ગુજરાત રવિધામના પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસે સામાજિક સેવાને કેન્દ્રસ્થાને રાખી ઉજવણી કરી. તેઓ અખિલ ભારતીય રવિદાસીયા ધર્મ સંગઠન સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાથી સમાજ માટે સતત કાર્યરત રહ્યા છે.
જન્મદિવસની શરૂઆત તેમણે કસ્તુરબા છાત્રાલયમાંથી કરી, જ્યાં વિદ્યાર્થીનીઓ સાથે કેક કાપી આનંદ વહેંચ્યો. ત્યારબાદ બાળકીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસીને તેમના ચહેરા પર ખુશીના ઝળહળતા પળો સર્જ્યા.
પછી તેઓ પાટણ તાલુકાના ખિમિયાણા સ્થિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પહોંચ્યા તથા વડીલો સાથે કેક કાપીને આશીર્વાદ મેળવ્યા. પેંડા-કેવડાનો નાસ્તો અને આર્થિક સહાય આપીને વિનોદભાઈએ માનવસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો. તેમના પરિવારજનો અને મિત્રો પણ આ સેવાકાર્યમાં જોડાયા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ