બ્રાઝિલના સાઓ પાઉલોમાં, આંતરરાષ્ટ્રીય આયુર્વેદ પરિષદનું આયોજન
નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.) બ્રાઝિલના સાઓ પાઉલોમાં બે દિવસ દરમિયાન ત્રીજા આંતરરાષ્ટ્રીય આયુર્વેદ પરિષદના નિષ્ણાતોએ, આયુર્વેદની 40મી વર્ષગાંઠની ઉજવણીની યાત્રા, ભારત અને બ્રાઝિલ વચ્ચે વધતો સહયોગ, પરંપરાગત દવાનું
આયુર્વેદ


નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.) બ્રાઝિલના સાઓ પાઉલોમાં બે દિવસ દરમિયાન

ત્રીજા આંતરરાષ્ટ્રીય આયુર્વેદ પરિષદના નિષ્ણાતોએ, આયુર્વેદની 40મી વર્ષગાંઠની

ઉજવણીની યાત્રા, ભારત અને બ્રાઝિલ

વચ્ચે વધતો સહયોગ, પરંપરાગત દવાનું

ભવિષ્ય, નવી સંશોધન તકો

અને બ્રાઝિલમાં સત્તાવાર નોકરી શ્રેણીઓમાં આયુર્વેદનો સમાવેશ જેવા મહત્વપૂર્ણ

મુદ્દાઓ પર ચર્ચા કરી. આ ચર્ચાઓની સાથે ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી વિશ્વ

આરોગ્ય સંગઠન અને આયુષ મંત્રાલયની વૈશ્વિક પરિષદની તૈયારીઓ પર પણ કેન્દ્રિત હતી.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,”આ કાર્યક્રમનું

ઉદ્ઘાટન બ્રાઝિલમાં ભારતના રાજદૂત દિનેશ ભાટિયા દ્વારા, કરવામાં આવ્યું હતું.”

મંત્રાલયે જણાવ્યું હતું કે,” પરંપરાગત ઉપચાર પ્રણાલીઓ પર ભારત અને બ્રાઝિલ વચ્ચે,

સહયોગ સતત વધી રહ્યો છે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ છે, જેણે આયુર્વેદને

સત્તાવાર રીતે માન્યતા આપી છેઅને આ વર્ષે બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ જેરાલ્ડો અલ્કમિનની

ભારત મુલાકાતથી, આ ભાગીદારી વધુ મજબૂત બની છે.”

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ તેમના સંબોધનમાં જણાવ્યું

હતું કે,” આયુર્વેદ શરીર,

મન અને

જીવનશૈલીના સંતુલન પર આધારિત વિજ્ઞાન છે.” તેમણે જણાવ્યું હતું કે,” બંને દેશો

વચ્ચે થયેલા કરારો અને સંસ્થાકીય સહયોગ આયુર્વેદના વૈશ્વિક વિસ્તરણ માટે

મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.” તેમણે ઘણા વર્ષોથી બ્રાઝિલમાં આયુર્વેદને

પ્રોત્સાહન આપતા નિષ્ણાતોની પણ પ્રશંસા કરી.

સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્દેશક જ્યોતિ

કિરણ શુક્લાએ જણાવ્યું હતું કે,” ભારત અને બ્રાઝિલ તેમની સુખાકારી પરંપરાઓમાં

સમાનતા ધરાવે છે અને બંને દેશો આ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરી

રહ્યા છે.”

પરિષદ દરમિયાન, વ્યાખ્યાનો અને ચર્ચાઓમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા

હતા. નિષ્ણાતોએ આયુર્વેદની વૈજ્ઞાનિક સંભાવના, તેની તાલીમ અને તેના વધતા સ્થાનિક ઉપયોગ પર પોતાના મંતવ્યો

શેર કર્યા હતા. મંત્રાલયે નોંધ્યું હતું કે બ્રાઝિલે હવે આયુર્વેદને તેની સત્તાવાર

નોકરી શ્રેણીની યાદીમાં સામેલ કર્યું છે, જે ત્યાં આ પ્રથાના વિસ્તરણ તરફ એક મુખ્ય પગલું માનવામાં

આવે છે.

સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર અને બ્રાઝિલની

રાષ્ટ્રીય સ્વ-નિયમન આયુર્વેદ પરિષદ (કોનયુર) દ્વારા આયોજિત, 14 અને 15 નવેમ્બરના રોજ

યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિષ્ણાતો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

બ્રાઝિલમાં, આગામી 40 વર્ષની આયુર્વેદની સંભાવનાઓ અને પડકારો પર રાઉન્ડટેબલ ચર્ચા

સાથે આ કાર્યક્રમનું સમાપન થયું.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande