
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ચાણસ્મામાં ગંગેટથી ચાણસ્મા સુધી સદભાવના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશવાસીઓમાં દેશપ્રેમ, ભ્રાતૃભાવ અને રાષ્ટ્રીય એકતા જગાડવાનો છે.
આ આયોજન માટે મામલતદાર કચેરીમાં મામલતદાર ગઢવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અગ્રણી વિનયસિંહ ઝાલા, મુકેશભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
કંબોઈ, વડાવલી, ધિણોજ જિલ્લા પંચાયત સીટના સદસ્યો, તાલુકા સદસ્યો તથા શહેર ભાજપના આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા. વધુમાં વધુ લોકો પદયાત્રામાં જોડાય તે માટે સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ