
લખનૌ, નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 28 નવેમ્બરે લખનૌના સુલતાનપુર રોડ પર બ્રહ્માકુમારીઝના રાજયોગ તાલીમ કેન્દ્રમાં રાજ્ય સ્તરીય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
આ માહિતી બ્રહ્માકુમારીઝ લખનૌના સબ-ઝોન ઇન્ચાર્જ રાજયોગિની રાધા બહેને આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઉપરાંત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત મુખ્ય પ્રશાસક રાજયોગિની સંતોષ દીદી, વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન (યોગ) કાર્યક્રમમાં હાજર રહેશે. રાજયોગિની રાધા બહેને જણાવ્યું હતું કે, આધ્યાત્મિકતા દરેક વર્ગ અને વય જૂથ માટે આવશ્યક છે. તેના દ્વારા જ માનવ આત્માઓનું પરિવર્તન થઈ શકે છે અને વસુધૈવ કુટુમ્બકમનો સંકલ્પ સાકાર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / બૃજનંદન / અભિષેક અવસ્થી / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ