
ચંડીગઢ, નવી દિલ્હી,16 નવેમ્બર (હિ.સ.)
પંજાબના ફિરોઝપુરમાં અજાણ્યા માસ્ક પહેરેલા હુમલાખોરોએ સંઘકાર્યકર્તાની
ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની જ્યારે સંઘ કાર્યકર્તા
નવીન અરોડા, પોતાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ
લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
પંજાબના સરહદી વિસ્તારમાં દાયકાઓથી સંઘસાથે જોડાયેલા
બલદેવ રાજ અરોડાના પુત્ર નવીન અરોડા, ફિરોઝપુરના મુખ્ય બજારમાં કરિયાણાની દુકાન
ધરાવતા હતા. હંમેશની જેમશનિવારે રાત્રે, પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા
યુવાનોએ તેમના પર હુમલો કર્યો અને તેમને ગોળી મારી દીધી. ગોળી નવીનના માથામાં
વાગી. ઘટના સ્થળ પર હાજર લોકો, તેમને ફિરોઝપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી
કરાવ્યા, પરંતુ સારવાર
દરમિયાન તેમનું મોત નીપજ્યું.
ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી. આજે સવારે એસએસપીભૂપેન્દ્ર સિંહ
અને ધારાસભ્ય રણવીર સિંહે પણ ઘટનાસ્થળે મુલાકાત લીધી અને મૃતકના પરિવાર સાથે વાત
કરી.
એસએસપીએ જણાવ્યું હતું કે,” પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે
કર્યા છે અને હુમલાખોરોની ઓળખ કરી રહ્યા છે. આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં
આવશે. પ્રાથમિક તપાસમાં સંકેત મળે છે કે, આ કેસ અરાજકતા ભડકાવવાનો પ્રયાસ હોવાનું
જણાય છે. હુમલાખોરોને પકડવા માટે, પોલીસની અનેક ટીમો કામ કરી રહી છે.”
મૃતક, નવીન અરોડાના દાદા, સ્વર્ગસ્થ દીનાનાથ અરોડા, પંજાબના સૌથી અગ્રણી આરએસએસ કાર્યકરોમાંના એક
હતા. તેમણે સ્વતંત્રતા સમયે, પંજાબના સરહદી જિલ્લાઓમાં શાખાઓનું સંચાલન શરૂ કરાવ્યું
હતું.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ