
કલબુર્ગી, નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ) નું પથસંચલન રવિવારે, કલબુર્ગી જિલ્લાના ચિત્તાપુરમાં યોજાઈ
રહી છે, જે છેલ્લા એક
મહિનાથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની રહી છે. આ કાર્યક્રમ રાજ્ય
મંત્રી પ્રિયંક ખડગેના મતવિસ્તારમાં યોજાઈ રહ્યો છે.જે તેને રાજકીય
રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બનાવે છે.
કર્ણાટક હાઈકોર્ટની કાલાબુર્ગી બેન્ચ દ્વારા આપવામાં આવેલી
પરવાનગી બાદ, સંઘએ કૂચની તૈયારીઓ
પૂર્ણ કરી લીધી છે. આજે બપોરે 3:30 વાગ્યે કૂચમાં આશરે 300 ગણવેશધારી સ્વયંસેવકો અને 50 બેન્ડ પ્લેયર્સ ભાગ લેશે. આ કૂચ બજાજ કલ્યાણ
મંડપ - ભીમરાવ આંબેડકર ચોક - કેનેરા બેંક સર્કલ – એપીએમસી થી આશરે દોઢ કિલોમીટરનું
અંતર કાપશે.
વ્યાપક સુરક્ષા વ્યવસ્થા-
ચિત્તાપુરમાં, પોલીસ અધિક્ષક (એસપી), એએસપી અને ડીએસપીના નેતૃત્વમાં કૂચના રૂટ પર 800 થી વધુ પોલીસ
કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં 650 પોલીસ કર્મચારીઓ અને 250 હોમગાર્ડ
કર્મચારીઓ સાથે કેએસઆરપી અને ડીએઆર યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે.જેમાં સીસીટીવી અને
ડ્રોન દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવાદ પછી પરવાનગી મળી-
રાજ્ય સરકારે કૂચ માટે પરવાનગી નકાર્યા પછી, સંઘએ હાઇકોર્ટનો
સંપર્ક કર્યો. તેના જવાબમાં, ભીમ આર્મી સહિત 10 થી વધુ સંગઠનોએ પણ આવી જ પરવાનગી માંગી હતી. આના કારણે
રાજકીય અને સામાજિક તણાવ સર્જાયો.
લાંબી ચર્ચા પછી, હાઇકોર્ટના નિર્દેશને અનુસરીને, જિલ્લા
વહીવટીતંત્રે આજે કૂચ માટે પરવાનગી આપી.
પોલીસે સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે રૂટ માર્ચનું આયોજન
કરી લીધું છે. શાંતિ જાળવવા માટે તમામ ધર્મોના સમુદાયના નેતાઓ સાથે બેઠકો પણ યોજાઈ
છે.
ચિત્તાપુરમાં આજે, સંઘનું પથસંચલન લાંબા વિવાદ પછી થઈ રહ્યું
છે, તેથી દરેકની તેના
પર નજર ટકેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ