સિદ્ધપુરમાં મતદાર યાદી સુધારણા કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી સુધારણાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. BLO (બૂથ લેવલ ઓફિસર) 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી મતદાન મથક પર હાજર રહીને ફોર્મ
સિદ્ધપુરમાં મતદાર યાદી સુધારણા કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી સુધારણાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. BLO (બૂથ લેવલ ઓફિસર) 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી મતદાન મથક પર હાજર રહીને ફોર્મનું વિતરણ, ભરેલા ફોર્મ સ્વીકારવું અને 2002ની મતદાર યાદી તપાસવાની કામગીરી કરશે. મતદારો BLOનો સંપર્ક કરીને પ્રશ્નોના નિરાકરણ મેળવી શકે છે.

1 જાન્યુઆરી, 2025થી 18 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. જો કોઈ મતદાર અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ 2002ની યાદીમાં ન હોય, તો BLO જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની માર્ગદર્શન આપશે.

આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરીને યાદીને સંપૂર્ણપણે અપડેટ કરવો છે. સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, જેમ કે કોઈટા ગામમાં, BLO જાહિદભાઈ આબલિયાસણાએ સ્થાનિક VCE સંજયભાઈ અને પૂર્વ સરપંચ રણજીતજી ઠાકોરની સાથે કામચલાઉ, મૃત્યુ પામેલા અને એકથી વધુ સ્થળે નોંધાયેલા મતદારોની ઓળખ કરી કાર્ય હાથ ધર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande