
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઇશ્વરીયા ગામે 36 વર્ષિય યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. બનાવવાની જાણ કરાતા પોલીસે મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જામજોધપુર પોલીસ મથકેથી અકસ્માતે મોતના આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા મુકેશભાઈ ભીખાભાઈ નામના 36 વર્ષીય યુવાન ગઈકાલે ઇશ્વરિર્યા ગામમાં આવેલ હેમંતભાઈ હીરાભાઈ બગડાની વાડીએ થ્રેસરમાં મગફળી કાઢવાનું કામ કરી રહ્યા હતા.
દરમિયાન તેઓ અચાનક થ્રેસરમાં આવી ગયા હતા અને તેઓનું કમકામાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવવાની મૃતક યુવાનના વૃદ્ધ પિતા ભીખાભાઈ સઈવાભાઇએ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસ મથકનો કાપલો તાત્કાલિક સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પી એમ સહિતની કાર્યવાહી કરાવી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt