ડૉ. ચાંદની જોષીને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી એનાયત કરવામાં આવી.
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના વિપુલકુમાર જોષીની પત્ની ચાંદની જોષીને ઇંગ્લિશ લિટ્રેચરમાં પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત થતાં જોષી પરિવાર તથા સમગ્ર સિદ્ધપુર બ્રહ્મ સમાજ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ગોકુલ ગ્
ડૉ. ચાંદની જોષીને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી એનાયત કરવામાં આવી.


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના વિપુલકુમાર જોષીની પત્ની ચાંદની જોષીને ઇંગ્લિશ લિટ્રેચરમાં પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત થતાં જોષી પરિવાર તથા સમગ્ર સિદ્ધપુર બ્રહ્મ સમાજ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં તેમણે ઇંગ્લિશ લિટ્રેચર વિષયમાં સંશોધન પૂર્ણ કર્યું હતું, જેના અનુસંધાને યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. હિંમતસિંહ રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર એચ.એમ. પટેલ અને ફેકલ્ટી ઑફ આર્ટ્સના ડૉ. લલિતભાઈ દિનના હસ્તે તેમને પીએચ.ડી.ની પદવી અર્પિત કરવામાં આવી.

આ પદવી પ્રાપ્ત કર્યા પછી હવે તેઓ ડૉ. ચાંદની વિપુલકુમાર જોષી તરીકે ઓળખાશે, જે સિદ્ધપુર માટે ગૌરવની બાબત ગણાય છ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande