
અંબાજી, 02 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ
અંબાજીના વિકાસ, રીડેવલોપીંગ
અને કોરિડોર મુદ્દે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ
પટેલના નેતૃત્વમાં અંબાજીનો 1600 કરોડના ખર્ચે વિકાસ થશે.જેમાં મહત્તમ કોરિડોર તેમજ અન્ય મંદિરોના વિસ્તૃતિકરણની કામગીરી ગુજરાત
નહિ પણ ભારત ભરમાં મોખરે રહેશે. જે કામગીરીનો ટૂંક સમયમાં પ્રારંભ થશે. જેને લઈ
વિશ્વભરના પ્રવાસીઓ પણ અંબાજીની મુલાકાત લેતા થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ