જામનગરમાં મતદારયાદી સુધારણા સંદર્ભે કલેકટરની રાજકીય પક્ષો સાથે બેઠક
જામનગર, 2 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે. મતદાર મતદા
રાજકીય પક્ષો સાથે કલેક્ટરની બેઠક


જામનગર, 2 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે.

મતદાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠકકરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. અને તેઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં આગામી તા.7-2-2025 સુધી ચાલનાર આ કાર્યક્રમની સમયસૂચિ આ મુજબ છે. તા.04-11-2025 થી તા.04-12-2025 સુધી ગણતરીનો સમયગાળો અને તા.04-12-2025સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ તા.05-12-2025થી તા.08-12-2025 સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી તા.09-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ તા.09-12-2025થી તા.08-01-2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.

તા.09-12-2025થી 31-01-2026 સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને ઊછઘત દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો. તા.03-02-2026ના મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવી તથા 07-02-2026ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા.04-11-2025થી તા.04-12-2025 સુધીમાં મતદારયાદીના આધારે એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહિ આવે તો ઇકઘ દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.

જામનગર જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.04-11-2025 થી બુથ લેવલ ઓફિસર દ્વાર શરૂ થનાર છે. સને-2002ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-2002માં પોતાનું નામ ચકાસી શકશે.

બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને Enumeration Form આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે. તેમ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande