





પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં જરના પાટિયા, બખરલા, નાગકા, કુણવદર, મોરાણા, પારાવાડા, ભોમિયાવદર, સોઢાણા અને અડવાણા, ભેટકડી સહિતના ગામોની મુલાકાત લીધી અને ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનીનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન મંત્રીએ ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને માંડવી સહિતના પાકોમાં થયેલા નુકસાન અંગે ખેડૂતમિત્રો પાસેથી માહિતી મેળવી હતી. અને સંબંધિત વિભાગના અધિકારીઓને સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે,ખેડૂત હિત સરકારની પ્રથમ પ્રાથમિકતા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે.અને તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વધુમાં મંત્રીએ જણાવ્યું કે ધરતી પુત્રોને વેઠવું પડેલ નુકસાનનું ખેડૂતો માટે સરકારશ્રી ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે તેવી ખાતરી આપી હતી.અને સાથે જ વધુમાં મંત્રીએ ખેડૂતોને સોશિયલ મીડિયા કે અન્ય ઉશ્કેરીજનક અફવામાં ન આવવા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સંવેદનશીલ છે.જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એન ત્રિવેદીએ પણ સર્વેની કામગીરી બાબતે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા,પોરબંદર ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂ, તાલુકા વિકાસ અધિકારી એમ ગજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, તેમજ અગ્રણીઓ સર્વે રામદેવભાઈ મોઢવાડિયા, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા,હાથિયાભાઈ ખૂટી, વિરમભાઇ કારાવદરા, પ્રતાપભાઈ કેશવાલા, કારૂભાઈ ગોઢાણીયા સહિતના અગ્રણીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya