
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ઊના તાલુકાના સનખડા ગામે સમી સાંજના સમયે હનુમાન ગલી માં આવેલ ટેલીફોન એક્સચેન્જ વીજબોર્ડ ઉપર શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી. આ બનાવની જાણ ગ્રામ પંચાયત ના સરપંચ રવીરાજસીહ રાઠોડને થતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગયેલ અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા સ્થાનિક પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓને બોલાવી તેમણે વીજ કનેકશન કાપવામાં આવ્યું હતું. ગામના યુવા આગેવાન ગંભીરસિંહ દ્વારા ફાયર ફાઈટર ફોન કરીને બોલાવામાં આવેલ અને ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટેલિફોન એક્સચેન્જ છેલ્લા ઘણા સમય થી બંધ હાલત માં અને જર્જરિત હાલત માં અને તેનો ઉપલો માળ પણ પડી ગયેલ હોય તેમજ કચરાના ઢગલા પણ જોવા મળતા હોય પરંતુ સરપંચે સમય ચૂકતા વાપરીને આ આગ વધુ ના ફેલાય તે માટે વીજ કનેકશન કટ કરાવી આપેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ