




પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : આજરોજ બિરલા હોલ, પોરબંદર ખાતે નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા અપ્રાપ્ત નાણાં (Unclaimed Financial Assets) અંગે માહિતી આપવી અને તેનો દાવો કેવી રીતે કરવો તેની જાણકારી આપવા માટે મેગા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA ના સહયોગથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો હતો, જેમાં જિલ્લા પોરબંદર ને વિશેષ પણે મેગા કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમનું આયોજન લીડ બેંક પોરબંદર - સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું લીડ બેંક દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ તમારા પૈસા, તમારો અધિકાર અભિયાનનો ભાગ છે, જે નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા 4 ઓક્ટોબર 2025 ના રોજ ગાંધીનગર, ગુજરાત માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ યશવંતકુમાર સિંઘ, આસી. જનરલ મેનેજર, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા, RBO-5, પોરબંદર રહ્યા હતા તથા શીતલ શ્રીવાસ્તવ, ડી.ડી. એમ. નાબાર્ડ, પોરબંદર, અનુરાગ બજાજ, ચીફ મેનેજર, બેંક ઓફ બરોડા-પોરબંદર, વિવેક કુમાર, ચીફ મેનેજર, D VAS, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા, RBO-5, પોરબંદર તથા રમેશચંદ મીના, ડાઇરેક્ટર, SBI RSETI, પોરબંદર, ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ નાણાકીય સંસ્થાના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમ્યાન 190 થી વધારે નાગરિકો હાજર રહ્યા હતા અને 34 દાવેદારોને 52.92 લાખના દાવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાઓના હાથે એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન દાવો ન કરાયેલ થાપણો અંગેના અભિયાન પુસ્તકનું વિમોચન, જાગૃતિ વિડીયો પ્રદર્શન, જેમાં દાવા કરવાની પ્રક્રિયા અને સાઇબર સુરક્ષા અંગે સત્ર, જેમાં ઠગાઈથી બચવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ નાગરિકોને નાણાકીય અને ડિજિટલ જાગૃતિ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જેનાથી તેઓ પોતાના અધિકારો અને સુરક્ષા અંગે વધુ જાણકારી મેળવી શક્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya