

અંબાજી, 02 નવેમ્બર (હિ.સ.) : ડીસા વિધાનસભા મત વિસ્તારના અગ્રણીઓ
દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી માટે અનેક પ્રકારની મનોકામનાઓ વ્યક્ત કરાઈ હતી. ત્યારે તેમને મંત્રી પદ મળતા ભારે ખુશી વ્યક્ત કરવા સાથે દાંતાથી અંબાજી સુધીની
પદયાત્રા યોજી હતી. જેમાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના વન
પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી પણ આ પદયાત્રામાં જોડાયા હતા.
અંબાજી પહોંચી
માતાજીના દર્શન બાદ તેમણે પદયાત્રા આયોજકોનો આભાર વ્યક્ત કરવા સાથે માતાજીની કૃપા
સમગ્ર રાજ્ય ઉપર બની રહે તેવી પ્રાર્થના કરી હતી. જો કે હાલના તબક્કે જે રીતે
ક્લાઈમેટ ચેન્જ થઇ રહ્યું છે તેને લઇ વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી
પ્રવીણભાઈ માળીએ ખાસ કરીને જંગલ અને ડુંગરોને બચાવવા તેમજ જંગલ ઝાડીનું રક્ષણ કરી
વનનું જતન કરવા
પણ અપીલ કરી હતી. પદયાત્રામાં આયોજક અને ભાજપા અગ્રણી
અમૃતભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ