
જામનગર, 2 નવેમ્બર (હિ.સ.) : જામનગરના ધરારનગર વિસ્તારમાં કચરો નાખવા બાબતે અને રાત્રે મોડે સુધી દેકારો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. રાત્રે મોડે સુધી દેકારો ન કરવા બાબતે આરોપીઓને સમજાવવા ગયેલા વૃદ્ધને પ્રથમ ગાળો ભાંડયા બાદ હુમલો કર્યો હતો. એટલું જ નહિ આજ પછી અમને આ બાબતે કાંઇ કહીશ અથવા આ બાબતે પોલીસમા ફરીયાદ થશે, તો તને જાનથી મારી નાખશુ. તેમ ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના ધરાનગર-02, દાતારી પાન હાઉસની બાજુમાં રહેતા રામભાઈ કારાભાઈ લાંબડીયાએ આરોપી શકુરભાઇ કાનાભાઇ દેવીપુજક, વિજય શકુરભાઇ દેવીપુજક, ભગલો શકુરભાઇ દેવીપુજક અને મોમીયો શકુરભાઇ દેવીપુજક નામના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર રામભાઈના ઘરની બાજુમાં આ ચારેય આરોપીઓ ગંદકી કરતા હતા. વધુમાં રાત્રે મોડે સુધી દેકારો કરી સુવા ન દેતા ન હોવાથી સ્થાનિક લોકોને હેરાનગતિ થતી હતી.
આ બાબતે રામભાઈના પિતાજી એ આરોપી શકુરભાઈને પોતાના ઘરની બાજુમાં ગંદકી કરવાની તથા દેકારો કરવાની ના પાડતા બોલાચાલી થઇ હતી. આરોપીએ ફરિયાદીના પિતા સાથે બોલાચાલી કરી હતી. જે માથાકૂટનો ખાર રાખી ચારેય આરોપીઓએ રામભાઈના પિતાજીને ગાળો ભાંડી હતી. બાદમાં આરોપી વિજયએ લાકડાના ધોકા વડે હુમલો કરી ત્રણ-ચાર ઘા ઝીંકી લીધા હતા. બાદમાં આરોપી ભગલાએ હાથમા રહેલ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
ચારેય આરોપીઓ હુમલો કરી રામભાઈના પિતા કાળાભાઈ કહેલ કે આજ પછી અમને આ બાબતે કાંઇ કહીશ અથવા આ બાબતે પોલીસમા ફરીયાદ થશે, તો તને જાનથી મારી નાખશુ. તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ રામભાઈની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા સન 2023 ની કલમ-115(2), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt