પોરબંદર: પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણના ઉપાયો
પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : ખેડૂત જ્યારે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવશે ત્યારે અમુક તકલીફો આવશે કારણ કે, જમીનનો સેન્દ્રિય કાર્બન ઓછો થઈ ગયેલો છે. જમીન લગભગ બંજર થઈ ચૂકી છે, તેથી શરૂઆતમાં પાક ઉપર વધારે રોગ જીવાત આવશે અને તેનું નિયંત્રણ કરવા
પોરબંદર: પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણના ઉપાયો


પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : ખેડૂત જ્યારે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવશે ત્યારે અમુક તકલીફો આવશે કારણ કે, જમીનનો સેન્દ્રિય કાર્બન ઓછો થઈ ગયેલો છે. જમીન લગભગ બંજર થઈ ચૂકી છે, તેથી શરૂઆતમાં પાક ઉપર વધારે રોગ જીવાત આવશે અને તેનું નિયંત્રણ કરવા માટે નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ, અગ્નિઅગ્ર વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરીને નિયંત્રણ કરી શકશે.જેમાં લીમડો, ધતુરો, આંકડો, ગળો, સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રની અંદર સેડવીને તેને 15 થી 20 લીટર પાણીમાં 2 લીટરના પ્રમાણમાં ઉમેરીને પાક ઉપર છંટકાવ કરો, જેનાથી રોગ જીવાતનું નિયંત્રણ થશે.

પાક સંરક્ષણ માટે મહિના જૂની છાશ (લસ્સી)ને પાણીમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપશે અને રોગથી પણ બચાવશે. આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને ખેડૂત પોતાના ઘરે જ બનાવી શકે છે, તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. જ્યારે તમારી જમીનનો સેન્દ્રિય કાર્બન વધી જશે ત્યારે તેનાથી પોતાની મેળે જ રોગો આવતા અટકી જશે.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કોઈપણ ખેતી પાક અથવા ફળઝાડ ઉપર છંટકાવ કરવા માટે ઘરે જ ઓછા ખર્ચવાળી દવા બનાવવાથી ખેડૂતોને નહિવત ખર્ચે થાય છે ખેડૂત વધુ ઉત્પાદન મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande