પોરબંદર મજીવાણા હોર્ટીકલ્ચર સેન્ટર ખાતે વર્મીકમ્પોસ્ટની ખરીદી કરશે
પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મજીવાણા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ દ્વારા ચાલું વર્ષ 2025-26દરમિયાન રવિ સીઝનમાં ધરૂ તૈયાર કરવા માટે જરૂરી વર્મીકમ્પોસ્ટ (અળસિયાના ખાતર)ની ખરીદી કરવાની છે. વધતી માંગને ધ્યાનમાં
પોરબંદર મજીવાણા હોર્ટીકલ્ચર સેન્ટર ખાતે વર્મીકમ્પોસ્ટની ખરીદી કરશે


પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મજીવાણા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ દ્વારા ચાલું વર્ષ 2025-26દરમિયાન રવિ સીઝનમાં ધરૂ તૈયાર કરવા માટે જરૂરી વર્મીકમ્પોસ્ટ (અળસિયાના ખાતર)ની ખરીદી કરવાની છે. વધતી માંગને ધ્યાનમાં રાખી આશરે 4 ટન વર્મીકમ્પોસ્ટ ખાતરની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. આ માટે રસ ધરાવતા ખેડૂત મિત્રો, સપ્લાયર અથવા એગ્રો એજન્સીઓએ પોતાની ઓફર મોકલવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓફરમાં 1 બેગ વર્મીકમ્પોસ્ટનું વજન, પ્રતિ બેગનો ભાવ તેમજ મજીવાણા કચેરીએ પહોંચાડવાનો કુલ ભાવ સ્પષ્ટ રીતે દર્શાવવો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande