
પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત, કંપની કોન્ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલક, માલિક, ખાણ માલિક, લીઝ'હોલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલ માલિકોએ તેઓના યુનિટમાં કામ કરતા કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી રોજીંદા કે કોન્ટ્રાકટ પર રાખેલ પરપ્રાંતીય મજુરો (ખેત મજુર, રસોઇયા, વેઇટર, ખાણ કામદાર અને અન્ય મજુરો) ની હકીકત દસ્તાવેજી પુરાવા સાથે નીચે મુજબની વિગતોનું રજીસ્ટર નિભાવવા અને તેની અમલવારી કરવા તથા તે અંગેની માહિતી આ જાહેરનામાંની તારીખથી દિવસ-15 માં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. વદર દ્વારા પોરબંદર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામ મુજબ નિયત નમુના વાળા રજીસ્ટરો પોતાને ત્યાં કામે રાખવામાં આવેલ તમામ પરપ્રાંતીય મજુર (ખેત મજુર, રસોઇયા, વેઇટર, ખાણ કામદાર અને અન્ય મજુરો) ની નોંધણી અગાઉ કરાવેલ હોય તેમ છતાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ફરીથી ઉપર મુજબની માહિતી સાથે જાહેરનામું પ્રસિધ્ધ થયેથી દિન-15 સુધીમાં કરાવવાની જવાબદારી તેમને કામે રાખનાર-ખેડૂત, કંપની, કોન્ટ્રાક્ટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલક, માલિક, ખાણ માલિક, લીઝ હોલ્ડર્સ વિગેરેની રહેશે.આગામી સમયમાં આવા પરપ્રાંતીય મજુરો આવ્યેથી તેઓને કામે રાખનાર- ખેડુત, કંપની, કોન્ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલક, માલિક, ખાણ માલિક, લીઝ હોલ્ડર્સ તથા અન્ય ધંધા સાથે સંકળાયેલા માલિકે ઉપર દર્શાવ્યા મુજબની માહિતી દિન-07 સુધીમાં ફરજીયાત સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ જાહેરનામું તા.31/10/2025 થી તા.29/12/2025 (આ જાહેરનામું બીજો હુકમ થો) સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ઉલ્લઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામાં અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજજા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya