
પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની હિન્દુ સ્મશાનભૂમિની વિદ્યુતભઠ્ઠી ત્રણ દિવસ સમારકામ કરવાનું હોવાથી બંધ રહેશે. માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઇ કારીયાએ જણાવ્યુ છે કે પોરબંદર માનવસવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હિન્દુ સ્મશાનભૂમિ ખાતે આવેલ વિદ્યુત સ્મશાનભઠ્ઠીમાં રીપેરીંગ કામ કરવાની તાતી જરૂરિયાત હોવાથી આ રીપેરીંગ કામ સબબ તા. 2-11-2025ને રવિવાર થી તા. 4-11-2025 મંગળવાર સુધી ત્રણ દિવસ માટે આ વિદ્યુત સ્મશાન ભઠ્ઠી બંધ રહેશે. આ કામમાં સૌ પ્રજાજનોએ સાથ સહકાર આપવા પોરબંદર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અપીલ કરે છે. સૌ પ્રજાજનોએ ખાસ નોંધ લેવી કે આ રીપેરીંગ કામ દરમ્યાન માત્ર વિદ્યુત સ્મશાન ભઠ્ઠીની કામગીરી એટલે કે માનવ પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવાની કામગીરી જ બંધ રહેશે. અંતિમ યાત્રા બસની સુવિધા આ સમય દરમ્યાન પણ અવિરત ચાલુ જ છે. તેવી પોરબંદર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઇ કારીયાની એક અખબારજોગ યાદીમાં જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya