ચૌટા ચેકપોસ્ટ નજીક બેફામ-સ્પીડ ચાલતો ટ્રક પલ્ટી ખાઈ ગયો
પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ નજીક બેફામ-સ્પીડ ચાલતો ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રક ચાલક સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે તે ઉપરાંત ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરીને વાહન ચલાવનારા શખ્સો સામે પણ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. કુતિયાણાન
ચૌટા ચેકપોસ્ટ નજીક બેફામ-સ્પીડ ચાલતો ટ્રક પલ્ટી ખાઈ ગયો


પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ નજીક બેફામ-સ્પીડ ચાલતો ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રક ચાલક સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે તે ઉપરાંત ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરીને વાહન ચલાવનારા શખ્સો સામે પણ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

કુતિયાણાના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ જાડેજાએ એવા પ્રકારનો ગુન્હો નોંધાવ્યો છે કે તેઓ તથા અન્ય કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચૌટા ચેકપોસ્ટથી થોડે દૂર જાહેરપીરની જગ્યા પાસે રોડની સાઇડમાં આઇસર ટ્રક પલ્ટી મારીને ઉંધો પડયો હતો. જેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતા અંજારના રતનાલ ગામે રહેતો વિજય ડોસા મોર નામનો 24 વર્ષનો ટ્રકચાલક ત્યાં ઉભો હતો તેની પૂછપરછ કરતા એવુ જણાવ્યુ હતુ કે તેને મોડુ થઈ ગયુ હોવાથી ઓવરસ્પીડમાં ટ્રક ચલાવીને જતો હતો તેથી તેનો ટ્રક પલ્ટી ખાઇ ગયો. તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ પણ નહી હોવાનું બહાર આવ્યુ હતુ તેમજ તેને કોઇ ઇજા થઇ ન હતી પરંતુ કુતિયાણા પોલીસે વિજય મોર સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande