રાષ્ટ્રપતિ મુર્મુ, આજથી છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશના પ્રવાસ પર
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ત્રણ દિવસનો પ્રવાસ, આજથી શરૂ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” 20 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢના
મુર્મુ


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો છત્તીસગઢ, તેલંગાણા અને

આંધ્રપ્રદેશનો ત્રણ દિવસનો પ્રવાસ, આજથી શરૂ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના

પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” 20 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢના અંબિકાપુરમાં

આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. રાજ્ય સરકારના નેજા હેઠળ આયોજિત, આ

કાર્યક્રમનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોની ભવ્ય પરંપરાઓ અને યોગદાનનું સન્માન કરવાનો

છે.”

21 નવેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ

તેલંગાણાના સિકંદરાબાદના બોલારમના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવ

2025નું ઉદ્ઘાટન

કરશે. આ ઉત્સવની બીજી આવૃત્તિમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સમૃદ્ધ સાંસ્કૃતિક, રાંધણકળા અને

કલાત્મક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે.

22 નવેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ

આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં પ્રશાંતી નિલયમ ખાતે શ્રી સત્ય સાંઈ બાબાની શતાબ્દી

નિમિત્તે, એક ખાસ સત્રમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સત્ય સાંઈ બાબાના આધ્યાત્મિક

સંદેશાઓ અને સેવા કાર્યને, શ્રદ્ધાંજલિ રૂપે આયોજિત કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande