જલ શક્તિ મંત્રાલયે વિશ્વ શૌચાલય દિવસ પર, રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે વિશ્વ શૌચાલય દિવસ પર દેશભરમાં આપણું શૌચાલય, આપણું ભવિષ્ય અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, 10 ડિસેમ્બર સુધી ગ્રામીણ વિસ્તારોમાં, સામુદાયિક અને ઘરગથ્થુ શૌચાલયોનું નિરીક્ષણ, સમારકામ
ટોયલેટ


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે વિશ્વ શૌચાલય દિવસ પર

દેશભરમાં આપણું શૌચાલય, આપણું ભવિષ્ય અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, 10 ડિસેમ્બર સુધી

ગ્રામીણ વિસ્તારોમાં, સામુદાયિક અને ઘરગથ્થુ શૌચાલયોનું નિરીક્ષણ, સમારકામ, સુંદરીકરણ, કાર્યકારી રીતે

મજબૂતીકરણ અને વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન સ્વચ્છ ભારત મિશન

(ગ્રામીણ) હેઠળ બાંધવામાં આવેલા શૌચાલયોની, સ્થિરતા અને ગ્રામીણ સ્વચ્છતા

પ્રણાલીઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય અનુસાર, “આ અભિયાનનું

મુખ્ય ધ્યાન સામુદાયિક શૌચાલય સંકુલ અને ઘરગથ્થુ શૌચાલયોની સ્થિતિનું મૂલ્યાંકન

કરવાનું, જરૂરી સમારકામ

કરવાનું અને સ્વચ્છતા વર્તણૂકોને, પ્રોત્સાહન આપવાનું છે. શાળાઓ અને ગ્રામીણ

સમુદાયોમાં સ્વચ્છતા, મળ વ્યવસ્થાપન, જલવાયુ-અનુકુળ સ્વચ્છતા

પ્રણાલીઓ અને સેવા પ્રોટોકોલ અંગે, જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

ધ્યેય જનભાગીદારી દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા પ્રાપ્ત કરવાનો છે.”

ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધી, આ અભિયાન માટે

જવાબદારીઓ સોંપવામાં આવી છે, અને તમામ સંબંધિત વિભાગોને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા

નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યોને સ્થાનિક અગ્રણી વ્યક્તિઓ, પદ્મ પુરસ્કાર

વિજેતાઓ, નિવૃત્ત સૈનિકો, વરિષ્ઠ નાગરિકો, યુવા જૂથો અને

શાળાના બાળકોને જાગૃતિ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા વિનંતી કરવામાં આવી છે. આ

અભિયાનમાં સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન અને પાત્ર પરિવારોને શૌચાલય સ્વીકૃતિ

પત્રોનું વિતરણ પણ શામેલ છે.”

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ 2014 માં શરૂ કરવામાં

આવ્યું હતું, અને 2019 સુધીમાં, દેશભરમાં 11 કરોડથી વધુ

શૌચાલય બનાવવામાં આવ્યા હતા. 2020 માં શરૂ કરાયેલ આ મિશનનો બીજો તબક્કો, ખુલ્લામાં શૌચમુક્ત

સ્થિતિ ટકાવી રાખવા અને ગામડાઓને ઓડીએફપ્લસ મોડેલ ગામડાઓમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન

કેન્દ્રિત કરે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઝુંબેશ સમયગાળા દરમિયાન આ

પદ્ધતિઓને વધુ મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande