
નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે
શેરબજાર લાલ રંગમાં ખુલ્યું. બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો ચાલુ રહ્યો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 242.53 પોઈન્ટ એટલેકે 0.28% ઘટીને 85,390.15 પર ટ્રેડ કરી રહ્યો છે.નેશનલ સ્ટોક
એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 86.50 પોઈન્ટ એટલેકે 0.33% ઘટીને 26,105.65 પર ટ્રેડ કરી
રહ્યો છે.
સેન્સેક્સના 30 માંથી 23 શેર નીચા ભાવે ટ્રેડ કરી રહ્યા છે.જ્યારે નિફ્ટીના 50 માંથી 44 શેર નીચે છે. એનએસઈપરના તમામ
ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો મેટલ, બેંકિંગ અને
રિયલ્ટી શેરોમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે, ગુરુવારે, 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 446.21 પોઈન્ટના ઉછાળા
સાથે 85,632.68 પર બંધ થયો હતો.જ્યારે
50 શેરો ધરાવતો NSE નિફ્ટી 139.50 પોઈન્ટના વધારા
સાથે 26,192.15 પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ