
નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં, મંગળવારે વેપાર બોર્ડ (બીઓટી) ની બેઠક મળશે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ વચ્ચે ભારતની નિકાસને વેગ આપવાના પગલાં પર ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં વેપાર બોર્ડ, નિકાસને વેગ આપવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે બેઠક કરશે. અહેવાલો અનુસાર, નિકાસ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ, અન્ય સહભાગીઓ સાથે, નિકાસ ક્ષેત્ર પર તેમના મંતવ્યો રજૂ કરશે.
25 નવેમ્બરના રોજ યોજાનારી વેપાર બોર્ડની આ બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે ઓક્ટોબરમાં દેશની નિકાસ 11.8 ટકા ઘટીને 34.38 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે વેપાર ખાધ 41.68 અબજ ડોલરની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે, જે મુખ્યત્વે સોનાની આયાતમાં વધારાને કારણે છે.
નોંધનીય છે કે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષતામાં બનેલા આ બોર્ડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ