

ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : આજ રોજ ગાંધીનગર કલેક્ટર મેહુલ કે.દવે દ્વારા ૩૫-ગાંધીનગર દક્ષિણ વિસ્તારના પાલજ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં હાજર તમામ બી.એલ.ઓ.ની કામગીરી બાબતે તેમણે સમીક્ષા કરવા સાથે, મતદાન મથક પર આવેલા મતદારો સાથે પણ સંવાદ કર્યો હતો. આ તકે કલેકટર દ્વારા ઉપસ્થિતોને ગણતરી ફોર્મ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તમામ બી.એલ.ઓ. દ્વારા હાલ ચાલી રહેલ SIR ની કામગીરી ખુબ જ સારી રીતે કરી રહ્યા હોય, કલેક્ટર દ્વારા તેમની કામગીરી બિરદાવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,આજની આ મુલાકાતમાં મતદાર નોંધણી અધિકારી યોગરાજસિંહ જાડેજા, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ મલય ભુવા તથા સેકટર ઓફીસર હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ