ચાણસ્મા નગરની ત્રિભોવનનગર સોસાયટીમા, જૈન મુનિઓની સત્સંગ બેઠકમાં શ્રાવકોને પ્રેરક બોધવાણી
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)ચાણસ્મા નગરની ત્રિભોવનનગર સોસાયટી ખાતે યોજાયેલી સત્સંગ બેઠકમાં પ.પૂ. વિરાગ સૂરીશ્વર મા.સા., પ.પૂ. જિનચંદ્ર મા.સા. સહિતના જૈન સાધુ-સાધ્વીજીઓએ ઉપસ્થિત શ્રાવકોને જ્ઞાનવાણીનો બોધ આપ્યો હતો. મનિષભાઈ કોઠારીના નિવાસસ્થાને તેમના આગમ
ચાણસ્મા નગરની ત્રિભોવનનગર સોસાયટીમા જૈન મુનિઓની સત્સંગ બેઠકમાં શ્રાવકોને પ્રેરક બોધવાણી


પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)ચાણસ્મા નગરની ત્રિભોવનનગર સોસાયટી ખાતે યોજાયેલી સત્સંગ બેઠકમાં પ.પૂ. વિરાગ સૂરીશ્વર મા.સા., પ.પૂ. જિનચંદ્ર મા.સા. સહિતના જૈન સાધુ-સાધ્વીજીઓએ ઉપસ્થિત શ્રાવકોને જ્ઞાનવાણીનો બોધ આપ્યો હતો. મનિષભાઈ કોઠારીના નિવાસસ્થાને તેમના આગમન પ્રસંગે યજમાન તથા સોસાયટીના રહીશોએ સામૈયું કરીને ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.

જૈન મુનિઓએ શ્રાવકોને દુઃખમુક્તિ માટે સત્સમાગમનું મહત્વ સમજાવ્યું હતું. સત્સંગ અને સંતોની કૃપાથી જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ વ્યસનમુક્ત રહેવાની પ્રેરણા પણ તેમણે આપી હતી. તેમની પ્રેરક જ્ઞાનવાણીથી ઉપસ્થિત શ્રાવકોને આધ્યાત્મિક લાભ મળ્યો હતો.

આ ધાર્મિક કાર્યક્રમના સફળ આયોજનમાં મનિષભાઈ કોઠારી, ભાવેશભાઈ પટેલ અને શૈલેષભાઈ મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ દરમિયાન સોસાયટીના અનેક રહીશો ઉપસ્થિત રહી ભાવભક્તિ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande