સપા ધારાસભ્યએ ભાજપ પર નિશાન સાધતાકહ્યું, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા મુશ્કેલ સંભલ
,નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.) સંભલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇકબાલ મહમૂદે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને, પશ્ચિમ બંગાળમાં હરાવવા મુશ્કેલ ગણાવ્યા અને બિહારમાં જંગલ રાજ
સપા


,નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.)

સંભલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇકબાલ મહમૂદે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન

સાધ્યું છે. તેમણે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને, પશ્ચિમ બંગાળમાં હરાવવા મુશ્કેલ

ગણાવ્યા અને બિહારમાં જંગલ રાજ વિશેના, તેમના નિવેદન પર પણ સવાલ

ઉઠાવ્યા. સંભલના રાયસટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તેમના નિવાસસ્થાને મીડિયા સાથે

વાત કરતા ધારાસભ્ય મહમૂદે કહ્યું કે,” વડાપ્રધાન મોદીએ ગઈ વખતે બંગાળમાં મમતા

બેનર્જીને હરાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.” તેમણે કહ્યું કે,” દીદી એક

સીધી-સાદી મહિલા નેતા છે અને તેમને હરાવવા સરળ નથી. તે ખૂબ જ મહેનતુ છે અને જનતા

હજુ પણ તેમના પ્રત્યે સારી લાગણી ધરાવે છે.”

તેમણે વધુમાં કહ્યું કે,” રાજ્યપાલ, વડાપ્રધાન અને

ગૃહમંત્રી મમતા બેનર્જીની સરકારને બદનામ કરવા માટે, તેમની પાછળ પડી રહ્યા છે, પરંતુ તેઓ

કોઈનાથી ડરશે નહીં.” ધારાસભ્ય મહમૂદે કહ્યું કે,” પંડિત જવાહરલાલ નેહરુ અને

ઇન્દિરા ગાંધીએ હિન્દુસ્તાનનું નિર્માણ કર્યું, જ્યારે વર્તમાન સરકાર ફક્ત પોતાના નામનો લાભ લઈ રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / નીતિન સાગર / શિવ સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande