ખેલ મહાકુંભ 2025–26 : જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં શ્રી યુકે કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાનો શાનદાર દેખાવ
મહેસાણા, 23 નવેમ્બર (હિ.સ.) : ખેલ મહાકુંભ 2025–26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં શ્રી યુકે કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. અંડર 17 વય ગટમાં વિદ્યાર્થીઓએ પ્ર
ખેલ મહાકુંભ 2025–26 : જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં શ્રી યુકે કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાનો શાનદાર દેખાવ


મહેસાણા, 23 નવેમ્બર (હિ.સ.) : ખેલ મહાકુંભ 2025–26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં શ્રી યુકે કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે.

અંડર 17 વય ગટમાં વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જેમાંથી કુલ 7 પ્રતિભાશાળી ખેલાડીઓ હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરવા જશે. તે જ રીતે અંડર 14 કેટેગરીમાં પણ શાળાના ખેલાડીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેમાંથી 12 ખેલાડીઓ ઝોન લેવલે રમવા માટે પસંદગી પામ્યા છે.

આ ઉત્તમ પ્રદર્શન બદલ વિદ્યાર્થીઓએ કુલ 96,000 રૂપિયાનું ઇનામ મેળવીને શાળાનું ગૌરવ અનેક ગણી વધાર્યું છે. ખેલકૂદ મેદાનમાં વિદ્યાર્થીઓએ દેખાડેલી મહેનત, શિસ્ત અને ટીમ સ્પિરીટ પ્રશંસનીય છે.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ માર્ગદર્શક કોચ અવનીશભાઈના માર્ગદર્શન, પ્રશિક્ષણ અને સતત પ્રોત્સાહનનું મહત્વનું યોગદાન રહેલું છે. શાળા પરિવાર તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓને અને તેમના કોચને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande