વેસુમાં ચાલતી મહિન્દ્રા થારમાં અચાનક આગ, બે યુવકોનો જીવનદોર બચ્યો
સુરત, 23 નવેમ્બર (હિ.સ.)-સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ચાલતી મહિન્દ્રા થારમાં અચાનક આગ ફાટી નીકળતાં હાહાકાર મચી ગયો હતો. કારમાં તે સમયે બે યુવક સવાર હતા, જેમણે સમયસુચકતા બતાવી તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ
गाड़ी में लगी आग सूरत


સુરત, 23 નવેમ્બર (હિ.સ.)-સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ચાલતી મહિન્દ્રા થારમાં અચાનક આગ ફાટી નીકળતાં હાહાકાર મચી ગયો હતો. કારમાં તે સમયે બે યુવક સવાર હતા, જેમણે સમયસુચકતા બતાવી તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ થતા ટળી ગઈ હતી.

માહિતી અનુસાર, મહિન્દ્રા થાર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ગાડીના આગળના ભાગમાંથી ધુમાડો અને લપટા નીકળવા લાગ્યા. થોડા જ પળોમાં આગ એટલી વિકરાળ બની ગઈ કે બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગયો. ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને ભય સાથે કુતૂહલનું માહોલ સર્જાયો.

આગની જાણ થતા જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ વિલંબ કર્યા વિના પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. તેમની ઝડપી કાર્યવાહીથી ગણતરીની જ મિનિટોમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ.

આ દુર્ઘટનામાં થારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક અંદાજ પ્રમાણે, શોર્ટ સર્કિટ આગ લાગવાનું કારણ હોઈ શકે છે, કારણ કે વાહનોમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગની ખામીઓ અથવા ઓવરલોડને કારણે આવા બનાવો બનતા હોય છે.

ઘટના દરમિયાન થોડા સમય માટે વિસ્તારનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો, પરંતુ આગ બુઝાઈ ગયા બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande