
ગીર સોમનાથ, 23 નવેમ્બર (હિ.સ.) : શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કોડિનાર તાલુકાના છારા ગામની મુલાકાત લીધી હતી. મંત્રીએ દ્વારા છારા ગામજનોને સઘન મતદાર યાદી અંગે સમજૂત કર્યા હતા.
મંત્રીએ કોડિનાર શહેરના રામદેવનગર મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલી સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ