

પાટણ, 23 નવેમ્બર (હિ.સ.) : ગાંગલાસણ ગામે શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને સમૂહલગ્ન સમિતિના આયોજન હેઠળ 27મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં સમાજના 17 યુગલોએ શુભલગ્ન બાંધ્યા. આ ભવ્ય ધાર્મિક-સામાજિક પ્રસંગે ગ્રામજનોમાં આનંદનો માહોલ છવાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, SPGના લાલજીભાઈ પટેલ, સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ અને ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા. તમામ અગ્રણીઓએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા અને સમાજના દાતાઓએ દીકરીઓને ઉદાર હાથે ભેટ-સોગાદો અર્પણ કર્યા.
સમૂહલગ્ન સમિતિ ગાંગલાસણની કામગીરીને સર્વત્ર બિરદાવી, કેમ કે આ આયોજનથી સમાજમાં એકતા, સમરસતા અને સંગઠનનો સંદેશ ફેલાયો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદરૂપ બનેલા સેવકો અને સ્વયંસેવકોને પણ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ