
રાજપીપલા,3 નવેમ્બર (હિ.સ.) યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ પદયાત્રાનું આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ. કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના ખાતે બેઠક યોજાઈ હતી.
આ પદયાત્રાના ભાગરૂપે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરદાર
150 નિબંધ સ્પર્ધા, કરમસદથી એકતનગર સુધી 150 કિમીની પદયાત્રા તેમજ જિલ્લા સ્તરે 10 થી 18 નવેમ્બર દરમિયાન પદયાત્રા યોજાશે.
જિલ્લા કલેકટર પદયાત્રા આયોજન અંગે માહિતી વિસ્તૃતમાં માહિતી મેળવી હતી, જિલ્લા
વહીવટી તંત્રની સંપૂર્ણ ભાગીદારી જોવા મળે તેમજ સરકારની તથા સામાજિક સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લેવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો હતો.પદયાત્રા પૂર્વે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પનું આયોજન, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત, યોગ શિબિર, શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
આ પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી
મંડળી, વિવિધ રાજકીય પક્ષ, ઔદ્યોગિક સંગઠન, ધાર્મિક સંસ્થાઓ, ઈન્ફ્લુએન્સર્સ, રમતવીર, પ્રગતિશીલકિસાનો, કામદારો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજનો સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ લોકો પદયાત્રામાં જોડાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ