સીએનું બંને ગ્રુપનું પરિણામ જાહેર: 16.23 ટકા પરીણામ, રાજકોટના જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક
અમદાવાદ, 3 નવેમ્બર (હિ.સ.) : સપ્ટેમ્બરમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. સીએના બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ આવ્યું છે. 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝ
સીએનું બંને ગ્રુપનું પરિણામ જાહેર: 16.23 ટકા પરીણામ, રાજકોટના જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક


અમદાવાદ, 3 નવેમ્બર (હિ.સ.) : સપ્ટેમ્બરમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. સીએના બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ આવ્યું છે. 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝામનાં બંને ગ્રુપનું 10.06 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશન એક્ઝામનું 14.78 ટકા પરિણામ જાહેર કરાયું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. ગુજરાતમાં રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે.

આની સાથે જ ICAIએ જાન્યુઆરી 2026 સત્ર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની પણ જાહેરાત કરી છે. આ પરીક્ષાઓ 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ઇચ્છુક વિદ્યાર્થીઓ 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande