
ગાંધીનગર, 3 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે સોમવારે બપોર બાદ આ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રીઓ સર્વ અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા તથા જુનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ