વડોદરા જિલ્લાના પોર ગામની મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
વડોદરા, 3 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતની 24 વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ. જે અંતર્ગત વિકાસ રથ જે ગામમાં પહોંચ્યા તે ગામ માં સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થી યોજના અંગે પોતાના પ્
વડોદરા જિલ્લાના પોર ગામની મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના


વડોદરા, 3 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતની 24 વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ. જે અંતર્ગત વિકાસ રથ જે ગામમાં પહોંચ્યા તે ગામ માં સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થી યોજના અંગે પોતાના પ્રતિભાવો લોકો સમક્ષ રજૂ કરે છે.

પોર ગામની બે મહિલાઓએ “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)”નો લાભ લઈ પોતાના અને બાળકના સ્વાસ્થ્યની સારી રીતે સંભાળ રાખી છે. બંનેએ માતા અને બાળકના આરોગ્ય માટે શરૂ કરાયેલી યોજના થકી રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના”નો હેતુ સગર્ભા સ્ત્રીઓ તથા બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો ધરાવતી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવાનો છે. યોજનાના ભાગરૂપે લાભાર્થી મહિલાઓને મગફળીનું તેલ, તુવેર દાળ અને ચણા ધરાવતી પોષણ કીટ આપવામાં આવે છે, જેથી તેમની કેલરી અને પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય.

આ યોજના ખાસ કરીને બાળકના જીવનના પ્રથમ 1,000 મહત્વપૂર્ણ દિવસોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી માતા અને બાળક બંનેના આરોગ્યમાં સુધારો થાય, બાળ મૃત્યુદર ઘટે અને ઓછા વજનના જન્મને રોકી શકાય.

પોર ગામની 26 વર્ષીય હિમાક્ષી ઠાકોરે જણાવ્યું કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા મળતી પોષણ કીટથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું પોષણ મળી રહ્યું છે.તે જ રીતે, દોઢ વર્ષના બાળકની માતા આરતી બારિયા પણ નિયમિત રીતે પોષણ કીટ લે છે અને પોતાના તથા બાળકના સ્વાસ્થ્યની સારી રીતે સંભાળ રાખે છે. બંને મહિલાઓએ કહ્યું કે આ યોજના તેમને આરોગ્ય માટે આત્મવિશ્વાસ આપે છે અને સરકારના સમર્થન બદલ તેઓ ખૂબ આભારી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande