

સિદ્ધપુરમાં કાત્યોક મેળો શરૂ, નદીમાં પાણી હોવાથી લોકોમાં ઉત્સાહ
પાટણ, 3 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાતના સૌથી મોટાં અને લાંબા સિદ્ધપુરના 7 દિવસીય કાત્યોક પૂર્ણિમાના મેળાનો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સોમવારે સવારે વિધિવત્ ઉત્સાહ ભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો. મેળામાં સૌથી વિશેષ મહત્વની તર્પણ વિધિ માટે સરસ્વતી નદીમાં પાણી હોવાથી મેળાના આરંભ સમય પૂર્વેથી જ સરસ્વતી નદી ઘાટે તર્પણ વિધી માટે લાખો શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારે સરસ્વતી નદીમાં તર્પણ વિધિ બાદ ફુલ તરાવવાનો પણ વિશેષ મહિમા હોય આ વખતે નદીના પટમાં પાણીમા સ્વજનો દીવો ફૂલ મૂકી વિધી પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે નદીમાં પાણી હોવાથી લોકોની આસ્થા પરિપૂર્ણ થતાં ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. કાત્યોક મેળામાં સાત દિવસ દરમિયાન તર્પણ વિધિ માટે અંદાજ રોજના એક લાખથી વધુ લોકો આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ