જામનગરના 7,92,556 લાભાર્થીઓનું ઈ-કેવાયસી થયું, 39,738 લોકોનું હજુ વેરિફિકેશન બાકી
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં ઈ-કેવાયસીની લાંબા સમયથી ચાલતી કામગીરીમાં બાકી રહેલા લાભાર્થીઓને નોટીસો અપાયા બાદ વેરીફીકેશન કરવામાં આવ્યું છે. જેમાં યોગ્ય લાભાર્થીઓને લાભ અપાવ્યા બાદ પણ હજુ 7,92,556 લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે. પર
ઈ-કેવાયસી


જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં ઈ-કેવાયસીની લાંબા સમયથી ચાલતી કામગીરીમાં બાકી રહેલા લાભાર્થીઓને નોટીસો અપાયા બાદ વેરીફીકેશન કરવામાં આવ્યું છે. જેમાં યોગ્ય લાભાર્થીઓને લાભ અપાવ્યા બાદ પણ હજુ 7,92,556 લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે. પરંતુ હજુ 250 રાશનકાર્ડ ધારકો સહિત 39,738 લોકોએ ઈ-કેવાયસી કરાવવાની કામગીરી ચાલી રહી છે.

સસ્તા અનાજની દુકાનેથી સરકાર તરફથી મળતુ અનાજ મેળવતા રાશનકાર્ડ ધારકોને ફરજીયાત ઈ-કેવાયસી કરાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેર-જિલ્લામાં 2,14,354 રાશનકાર્ડ ધારકોના 8,49,642 સભ્યો સરકારી અનાજનો લાભ લઈ રહ્યા છે.

જે લોકોએ ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તેવા રાશનકાર્ડ સભ્યોને પુરવઠા તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેનું ફલોઅપ લઈને જે લોકો સસ્તા અનાજ મેળવવા સરકારી નિયમો મુજબ ન આવતા હોય તેવા રાશનકાર્ડ ધારકોને સરકારી અનાજ બંધ કરવામાં આવ્યું છે.

કાગળો સબમીટ ન કરાવ્યા હોય, અનાજનો લાભ અપાવ્યો છે. તેમ છતા હાલ 2,14,104 રાશનકાર્ડ ધારકોના 7,92,556 સભ્યોએ ઈ-કેવાયસી કરાવીને અનાજનો લાભ લઈ રહ્યા છે. તો 250 રાશનકાર્ડ ધારકોના તેમજ 39,738 લાભાર્થીઓના ઈ-કેવાયસી બાકી છે. જેની કામગીરી ચાલી રહી છે. તો જેને નોટીસો અપાઇ છે તેનું વેરીફીકેશન પણ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande