
પાટણ, 3 નવેમ્બર (હિ.સ.) : સિધ્ધપુર તાલુકાના જગન્નાથપુરા ગામે બાવનગોળ રાજપૂત સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ સિધ્ધપુર દ્વારા ૨૨ માં પ્રતિભા સન્માન સમારોહમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવનાર ૯૨ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ સરકારી ક્ષેત્રમાં નવી નોકરી મેળવનાર ૭૦ જેટલા યુવાનને સન્માનિત કર્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે ઇનામ સહ સન્માન મેળવનાર વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ગૌરવ વધારેલ છે ભાવિ પેઢીએ આમાંથી પ્રેરણા મેળવવી જોઈએ.
આ પ્રસંગે શંકરસિંહ પરમાર, ડૉ. કનકસિંહ ડાભી, આશાબા રાજપુત, દલપુજી રાજપુત, નાગજીજી પરમાર, શિવાજી રાજપૂત, ગોપાલજી રાજપુત, પનુજી રાજપુત, શંકરજી બાપુ, મહિપતસિંહજી, હાલાજી રાજપુત, હેમુજી રાજપુત, કનુજી રાજપુત, વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર તાલુકાના મેળોજ ગામે શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ ના ૧૭ માં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી, ૧૪ નવ વિવાહિત દંપતીઓને શુભકામનાઓ સહ શુભ લગ્નજીવનના આશીર્વાદ આપ્યા. તેઓએ જણાવ્યું કે આવા મંગળ પ્રસંગો સમાજની સમરસતા અને એકતામાં વધારો કરતાની સાથે જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી નીવડે છે.
આ પ્રસંગે કનૈયાનાથ મહારાજ, વસંતભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ, હરગોવનભાઈ પ્રજાપતિ, વિનુભાઈ પ્રજાપતિ, મનહરભાઈ , હતીબેન ઠાકોર (સરપંચ), સંગીતાબેન ઠાકોર, દશરથભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ પ્રજાપતિ, બાબુભાઈ દેસાઈ, અશોકજી ઠાકોર, સુરેશજી ઠાકોર, સમાજના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ