મિલ્કતની છેતરપીંડીના કેસમાં SRD જવાનને અટકાયત કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) : ગત તા.૦૬/૧૨/૨૦૧૪ થી તા.૨૭/૧૨/૨૦૨૩ સુધીના સમય ગાળા દરમ્યાન આ કામના આરોપીઓએ તેઓનો અંગત આર્થિક લાભ મેળવવા માટે ફરીયાદીના પિતાની સંયુક્ત માલીકીની જમીનમાંથી ફરીયાદીના પિતાનું નામ કમી કરવાના હેતુથી નગર પાલીકા, ઉના સબ રજીસ્
મિલ્કતની છેતરપીંડીના કેસમાં SRD જવાનને અટકાયત કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) : ગત તા.૦૬/૧૨/૨૦૧૪ થી તા.૨૭/૧૨/૨૦૨૩ સુધીના સમય ગાળા દરમ્યાન આ કામના આરોપીઓએ તેઓનો અંગત આર્થિક લાભ મેળવવા માટે ફરીયાદીના પિતાની સંયુક્ત માલીકીની જમીનમાંથી ફરીયાદીના પિતાનું નામ કમી કરવાના હેતુથી નગર પાલીકા, ઉના સબ રજીસ્ટાર સમક્ષ ફરીયાદીના પિતા હયાત હોવા છતા મરણ ગયેલાની ખોટી રજુઆત કરી, તા.૦૬/૧૨/૨૦૧૪ ના રોજ ફરીયાદીના પિતાનો ખોટો મરણનો દાખલાનો દસ્તાવેજ કઢાવી, આરોપીઓ સાથે મળી નોટરી રૂબરૂ તા.૦૫/૦૪/૨૦૧૪ ના રોજ ફરીયાદીના પિતા અવસાન પામેલ છે અને તેઓ પરણેલા ન હતા. તેઓ બીન વારસ ગુજરી ગયેલાની નોટરી રૂબરૂ સત્ય, ધર્મ પ્રતિજ્ઞા પર જાહેર કરી રૂા.૨૦/- સ્ટેમ્પ પેપર પર ખોટા સોગંદનામાનો દસ્તાવેજ તૈયાર કરાવી કિંમતી જામીનીગીરી મેળવી, બન્ને આરોપીઓ જાણતા હોવા છતા બદદાનતથી કપટપૂર્વક ખોટુ સોગંદનામુ અને ખોટા મરણ દાખલાને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લઇ ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાંથી ફરીયાદીના પિતાનું નામ કમી કરાવવાનો હુકમ કઢાવી, કરીયાદીના પિતાની સંયુક્ત માલીકીની જમીનમાંથી કરીયાદીના પિતાનું નામ કમી કરાવી, બન્ને આરોપીઓએ તેઓનો સમાન ઇરાદો પાર પાડી ગુન્હો કરેલ જે બાબતે ઉના પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૮૨૫૧૬૪૪/૨૦૨૫ આઇ.પી.સી.ક.૪૬૫, ૪૬.૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ, જે અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ આ ગુનાના આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય.

જે બાબતે પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ આગળની તપાસ એલ.સી.બી.ને સોપી આ ગુન્હા બાબતે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ. જેથી એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ એસ.વી રાજપુત નાઓની રાહબરી હેઠળ આ ગુનાની તપાસ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ નાઓએ સંભાળી આ કામે SRD યુવાનને અટક કરી કોર્ટ પાસે રીમાન્ડ મેળવતા એક દિવસના રીમાન્ડ મળેલ છે અને હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande