સુરત લાજપોર જેલના બંદીવાનોના માનસિક તનાવને દૂર કરવા એક મહિનાની યોગ શિબિર યોજાઈ
સુરત, 3 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના યોગ બોર્ડના સહકારથી સુરત લાજપોર જેલમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી. બંદીવાનો માનસિક તનાવમાંથી બહાર આવે તેમજ તેઓ નિયમિત યોગ દ્વારા સ્વાસ્થ્ય કેળવાય તેવા હેતુ સાથે દેશભરમાં અહિંસા દિવસ ૨જી ઓક્ટોબર
Surat


સુરત, 3 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના યોગ બોર્ડના સહકારથી સુરત લાજપોર જેલમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી. બંદીવાનો માનસિક તનાવમાંથી બહાર આવે તેમજ તેઓ નિયમિત યોગ દ્વારા સ્વાસ્થ્ય કેળવાય તેવા હેતુ સાથે દેશભરમાં અહિંસા દિવસ ૨જી ઓક્ટોબરથી શરૂ કરીને તા.31 ઓક્ટોબર દરમિયાન યોગ બોર્ડ દ્વારા લાજપોર જેલમાં એક મહિના દરમિયાન યોગની તાલીમ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમ પામેલા સર્ટિફાઇડ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા આ શિબિર નિયમિતપણે દરરોજ કેદીઓ અને સ્ટાફને વિવિધ યોગાસનો શીખવ્યા હતા. આ પદ્ધતિથી કેદીઓમાં સકારાત્મકતા વધે અને શાંતિ અનુભવે તેવું વાતાવરણ તૈયાર સર્જાયું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં બંદીવાનોએ ભાગ લીધો હતો. યોગથી કેદીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે, આ પ્રવૃત્તિ જેલમાં કેદીઓના સુધારા માટે એક ઉત્તમ પગલું પુરવાર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande