જામનગરમાં મહિલા વર્લ્ડ કપમાં ભારતની જીતની આતશબાજી અને ગરબા સાથે ઉજવણી
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) :મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતની ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી. ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા જામનગરમાં લોકોએ ફટાકડા ફોડી અને ગરબે ઘૂમીને આ જીતને વધાવી લીધી હતી. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન ક
ભારતની જીતની ઉજવણી


જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) :મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતની ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી. ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા જામનગરમાં લોકોએ ફટાકડા ફોડી અને ગરબે ઘૂમીને આ જીતને વધાવી લીધી હતી. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના અગ્રણીઓ અને નાગરિકોએ ગરબા રમીને તથા ફટાકડા ફોડીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

આ ઉપરાંત, શહેરના રણજીત નગર પટેલ સમાજ ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના લોકો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે મહિલા વિશ્વ કપમાં ભારતની જીતને લોકોએ ઉમળકાભેર આવકારી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande