SIR અંતર્ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં જામનગરવાસીઓએ તંત્રને સહયોગ આપવા અપીલ
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારીએ
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ


જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારીએ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.

આવતીકાલ તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધી ગણતરીનો સમયગાળો અને તા.૦૪-૧૨-૨૦૨૫સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ. આ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈ ફોર્મ આપવામાં આવશે. જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે.

તા.૦૫-૧૨-૨૦૨૫થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૦૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.૦૯-૧૨-૨૦૨૫થી તા.૦૮-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.

તા.૦૯-૧૨-૨૦૨૫થી ૩૧-૦૧-૨૦૨૬ સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. અને ત્યારબાદ તા.૭-૨-૨૦૨૬ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૧૨૪૨ મતદાનમથકો છે. અને દરેક મથક દીઠ એક બીએલઓની નિમણુક કરવામાં આવી છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે. જેથી તેઓ ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકે. મદદ માટે, મતદારો સંબંધિત BLOનો સંપર્ક કરી શકે છે.

દસ્તાવેજોની સૂચક (સંપૂર્ણ નહીં) યાદી

કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર.

૦૧.૦૭.૧૯૮૭ પહેલા સરકાર/સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/ પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.

સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર.

પાસપોર્ટ

માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર

સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર

વન અધિકાર પ્રમાણપત્ર

ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર

રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય)

રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર

સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર

આધાર માટે ભારતના ચૂંટણી પંચના તા.૯-૯-૨૦૨૫ના પત્ર નં.23/2025-ERS-/VOI.I(Annexure II) થી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande