જામનગર એરપોર્ટ ઉપર મહેન્દ્રસિંહ ધોનીએ ફેન્સને આપ્યા ઓટોગ્રાફ : ફેન્સમાં ખુશીનો માહોલ
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સમાં અંબાણી પરિવારના કાર્યક્રમોમાં સેલીબ્રેટીઓ સહિતના આવતા હોય છે. ત્યારે શનિવારે નીતાબેન અંબાણીના જન્મ દિવસની ઉજવણીમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ આવ્યા હતા. આજે તેઓ જામનગર એરપોર્ટ ખાત
જામનગર એરપોર્ટ ઉપર ધોની


જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સમાં અંબાણી પરિવારના કાર્યક્રમોમાં સેલીબ્રેટીઓ સહિતના આવતા હોય છે. ત્યારે શનિવારે નીતાબેન અંબાણીના જન્મ દિવસની ઉજવણીમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ આવ્યા હતા. આજે તેઓ જામનગર એરપોર્ટ ખાતેથી પરત રવાના થયા હતા. ત્યારે ક્રિકેટ ચાહકોને મળીને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.

ઈન્ડીયા ક્રિકેટ ટીમના પુર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ગત શુક્રવારના રાજકોટ ખાતેથી જામનગર રિલાયન્સમાં આવી પહોંચ્યા હતા અને શનિવારે નીતાબેન અંબાણીની જન્મ દિવસની પાર્ટીમાં જોડાયા હતા. જે બાદ તેઓ રવિવારે સવારમાં પરત ફર્યા હતા. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે ક્રિકેટ ચાહકોને તેઓ મળ્યા હતા. ઓટોગ્રાફ પણ આપતા ચાલકોમાં ખુશીની લાગણી ફેલાય હતી. જે બાદ તેઓ રવાના થયા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર નજીક આવેલા એરપોર્ટ ખાતે અવાર-નવાર સેલીબ્રેટીઓ આવતી રહે છે, ત્યારે તાજેતરમાં જ ફિલ્મી જગતના કલાકારો તેમજ હીરોઈનો આવતા, ફ્રેન્ટસ તેઓની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande