અમદાવાદ થી ગોવા એરપોર્ટથી સીધી નવી ફ્લાઈટ શરૂ, બે કલાકમાં જ ગોવા પહોંચશે
- સોમવાર થી શુક્રવાર અને રવિવારે જશે અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) ગુજરાતથી ગોવા ફરવા જતાં ટૂરિસ્ટોને હવે અમદાવાદ એરપોર્ટથી સીધા ગોવા જઈ શકશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે ગોવા માટેની નવી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે, જેને ક
અમદાવાદ થી ગોવા એરપોર્ટથી સીધી નવી ફ્લાઈટ શરૂ, બે કલાકમાં જ ગોવા પહોંચશે


- સોમવાર થી શુક્રવાર અને રવિવારે જશે

અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) ગુજરાતથી ગોવા ફરવા જતાં ટૂરિસ્ટોને હવે અમદાવાદ એરપોર્ટથી સીધા ગોવા જઈ શકશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે ગોવા માટેની નવી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે, જેને કારણે પ્રવાસ હવે વધુ સરળ અને ઝડપી બનશે. આ સેવા 1 નવેમ્બરથી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે, જે પ્રવાસીઓને આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો લાભ અપાવશે.

નવી શરૂ થયેલી અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ નંબર 2142 સોમવારથી શુક્રવાર તેમજ રવિવારે કાર્યરત રહેશે. આ ફ્લાઈટ સવારે 10:50 વાગ્યે અમદાવાદથી ટેક ઓફ કરશે અને બપોરે 12:35 વાગ્યે ગોવા પહોંચશે.

ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટ નંબર 2143 પણ સોમવારથી શુક્રવાર તથા રવિવારે સેવા આપશે. આ ફ્લાઈટ સવારે 8:25 વાગ્યે ગોવાથી ટેક ઓફ થશે અને 10:10 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ નવું હવાઈ જોડાણ બંને શહેરો વચ્ચેના પ્રવાસને વધુ સરળ બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande