
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ 1લી નવેમ્બરે પોતાનો 62મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે તેમની ટીમે જામનગરમાં એક સરપ્રાઈઝ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેનો ખૂબ જ સુંદર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અંબાણી પરિવારના એક ફેન પેજ પર આ સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્શનમાં લખ્યું હતું, નીતા અંબાણીનો જન્મદિવસ તેમની ટીમ સાથે જામનગરમાં. નીતા અંબાણી જ્યારે રૂમમાં એન્ટ્રી લે છે તો તેમના સ્ટાફ દ્વારા આપવામાં આવેલી સરપ્રરાઈઝથી ચોંકી જાય છે અને તેઓ ખુશીથી હસવા લાગે છે. જ્યારે તેમના ટીમના સભ્યો તેમના માટે બર્થડે ગીત ગાઈ રહ્યા છે.
ટીમે રૂમને સજાવ્યો હતો અને ગુલાબની પાંદડીઓથી રસ્તો બનાવ્યો હતો. ક્લિપમાં, નીતા અંબાણી કેક કાપતા અને ખુશીથી ડાન્સ કરતા જોવા મળે છે. અંતે એક ટીમ મેમ્બર મસ્તીમાં તેમના નાક પર કેકનું ફ્રોસ્ટિંગ પણ લગાવે છે.
નીતા અંબાણીનું દેખાડા વગરના બર્થ-ડે સેલિબ્રેશન! રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણી તેમના 62મા જન્મદિવસ પર તેમના પતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે એક મંદિરમાં ગયા હતા. નીતા અંબાણીના મંદિરની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
મંદિરમાં, તેમણે દેવતાને પ્રણામ કર્યા, આરતી કરી અને પછી મુકેશ અંબાણીને પગે લાગ્યા. આ સમયે મુકેશ અંબાણી થોડા ભાવુક થઈને તેમને ભેટી પડે છે. તેમણે મંદિર પરિસરમાં ગાયની સેવા પણ કરી હતી. માતાના પગ ધોઈ માતાના આશિર્વાદ લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt