સિદ્ધપુર કાત્યોકના મેળામાં પોલીસ કર્મીઓની બાજ નજર
પાટણ, 3 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં મોટા પાયે ભરાતો કાર્તિકી પૂનમનો મેળો માણવા માટે દુર દુરના શહેરો અને ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે લોકોની સુરક્ષાના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તેમજ ગુનાહિત પ્રવૃતિઓને અટકાવવા મા
સિદ્ધપુર કાત્યોકના મેળામાં પોલીસ કર્મીઓની બાજ નજર


પાટણ, 3 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં મોટા પાયે ભરાતો કાર્તિકી પૂનમનો મેળો માણવા માટે દુર દુરના શહેરો અને ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે લોકોની સુરક્ષાના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તેમજ ગુનાહિત પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા મેળામાં દૂરબીનથી નજર રાખવામા આવી રહી છે. મોટા પાયે ભરાતા આ મેળામાં ભીડનો લાભ ઉઠાવી ધક્કામુક્કી કરતા અને મહિલાઓને શારીરિક અડપલા કરતા કેટલાક લુખ્ખા અસામાજિક તત્વો ઉપર પોલીસ તંત્રએ લાલ આંખ કરી હતી અને મેળામાં ભીડ ભાડ વાળી જગ્યાએ તપાસ અર્થે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande