



પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થવાના કારણે મગફળીનાં પાકમાં વ્યાપક નુકસાન થયું છે.ત્યારે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે કટિબધ્ધ છે. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થતાં જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ.ત્રિવેદી દ્વારા તાત્કાલિક પ્રાથમિક આકલન ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ મારફત મેળવી નુકસાનીના સર્વે અર્થે સત્વરે કુલ - 20ટીમો નું ગઠન કરી સરકારના નિયમોનુસારનો સર્વે ગત મંગળવારથી હાથ ધરવામાં આવ્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ.ત્રિવેદી એ પણ પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ કરતા તેઓએ તાત્કાલિક વધુ ટીમોની રચના જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના પરામર્શમાં રહીને જિલ્લામાં કુલ 44 ટીમોનું ગઠન કરી સર્વેની કામગીરીને વેગ આપ્યો સાથોસાથ ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના તમામ ગામોમાં પ્રાઇવેટ સર્વેયરોની નિમણૂક કરી ખેડૂતોના હિતાર્થે તમામ સર્વેયરોના નામ અને સંપર્કસૂત્ર સ્થાનિક વતર્માન પત્રમાં બહોળી પ્રસિદ્ધિ અર્થે પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો જેથી સર્વેની કામગીરીને વધુ વેગ મળ્યો હતો અને અત્યાર સુધીમાં જિલ્લાના અંદાજિત 90% ઉપરના ગામોમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં ખરીફ પાકોનો વાવેતર 1,16,498 હેકટર વિસ્તારમા વિવિધ પાકોનું વાવેતર થયું હતું જે પૈકી પ્રાથમિક આંકલન પ્રમાણે અંદાજિત અસરગ્રસ્ત 91790 હેકટર વિસ્તાર કમોસમી વરસાદથી પ્રભાવિત જણાયેલ છે જે પૈકી અંદાજિત આજ સાંજ સુધીમાં 82885 હેકટર વિસ્તારમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આવી છે અને આ પૂર્ણ થયેલ તમામ ગામોમાં સ્થાનિક અગ્રણીઓ, સરપંચઓ, તલાટી મંત્રીઓ ,ગ્રામ સેવકઓને સાથે રાખી પંચરોજકામ પણ હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લાના વિસ્તારના જનપ્રતિનિધિઓ અને અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા દ્વારા પણ સતત વિવિધ વિસ્તારો અને ખેડૂતોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપી અને રાજ્ય સરકાર આ વિપદ પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેવા સંદેશા સાથે સ્થળ મુલાકાતો પણ કરવામાં આવી છે.
વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા જીલ્લા વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્રને પણ જરૂરી સૂચનાઓ અને આદેશો જારી કરવામાં આવ્યાં હતાં.
પોરબંદર જિલ્લાના ધરતીપુત્રો આ વિપદ ઘડીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા સહિતના તમામ આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્રનો ઝડપી અને સચોટ કામગીરી, ખેડૂતોને ઝડપથી મદદ કરી શકાય તે માટે રાઉન્ડ ધ ક્લોક થઈ રહેલી કામગીરી બદલ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya