
- રાજ્યના 14 થી 18 વર્ષના યુવક – યુવતીઓ ભાગ લઈ શકશે, ઈચ્છુક ઉમેદવારો 29 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે
સુરેન્દ્રનગર,3 નવેમ્બર (હિ.સ.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં જુનિયર વિભાગના 14 થી 18 વર્ષના યુવક અને યુવતીઓ કે, જેઓ 31 ડિસેમ્બર,2025 ના રોજ 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત નમુનામાં
પ્રવેશપત્ર ભરવાનું રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર
ખાતેથી તથા કચેરીના બ્લોગ dydosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે.
દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહી - સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પૂરાવાની નકલ જોડી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે 29 નવેમ્બર,2025 સુધી રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ/કુરિયર/પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે.આ સ્પર્ધામાં નિયત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ