
રાજપીપલા,3 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021 માં બિરસા મુંડાના જન્મદિવસ, 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભગવાન બિરદા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરકાર દ્વારા 1 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને
જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવમા આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર
એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
અને જનજાતિય ગૌરવ રથ યાત્રા અંગેની વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ રથ યાત્રા જનજાતિય ગૌરવ રથ યાત્રા 14 આદિજાતિ જિલ્લાઓમાં યોજાશે. જેમાં 7 થી 13 નવેમ્બર સુધી અંબાજી થી
એકતાનગર ખાતે અને ઉમરગામથી એકતાનગર સુધી યોજાશે. જ્યારે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી 13 થી 15 નવેમ્બર દરમિયાન 20 બિનઆદિજાતિ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમ 15 નવેમ્બરના રોજ
એકતાનગર ખાતે યોજાશે. જ્યારે 14 જિલ્લાઓમાં 26 સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. નર્મદા જિલ્લમાં જનજાનિય ગૌરવ રથ યાત્રા રૂટ-1 ઉમરગામથી પ્રસ્થાન થયેલ રથ યાત્રા 11 નવેમ્બર રોજ જાવલી, સાગબારા અને ચિકદા પહોંચશે. અને 13 નવેમ્બરના રોજ મોવી, રાજપીપલાથી એકતનગર પહોંચશે. જ્યારે જનજાનિય ગૌરવ રથ યાત્રા રૂટ-2 અંબાજીથી પ્રસ્થાન થયેલ રથ યાત્રા 13 નવેમ્બરે એકતાનગર ખાતે પહોંચશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ